Thursday, November 30, 2023
HomeGujaratમોરબીમાં યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ...

મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

Advertisement
Advertisement

“રક્તદાન એ જ મહાદાન” સુત્રને ચરિતાર્થ કરતુ યુવા શક્તિ ગ્રુપ.એમાં પણ જયારે ઈમરજન્સી આવે એટલે યુવા શક્તિ ગ્રુપ મોરબીના દરેક વિકટ સમયે મોરબીની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.
આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાત જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 20 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે‌ જેથી કોઈ દર્દી કે દર્દીના પરિજનોને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ‌ કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત સમયે તથા મહાદાન રુપી રક્તદાન ની અવિરતપણે ચાલતી સેવાકાર્ય મા જોડાવવા માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપ ના મેન્ટર પિયુષભાઈ બોપલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW