દીવાળી પર્વની ઉજવણી પૂર્ણ થયા બાદ હવે શહેરી વિસ્તારમાં રજાના માહોલ જામ્યો છે. લાભપાંચમ સુધી મોટા ભાગના મેટ્રોસિટી થી લઈને નાનાં શહેરી વિસ્તારમાં રહેતા લોકો પરીવાર અને મિત્રો સાથે ફરવા નીકળી પડ્યા છે. જુનાગઢ, સાસણ, સોમનાથ, દીવ, દ્વારકા, કચ્છ,આબુ, અંબાજી, રાજસ્થાન, તરફ જતા માર્ગ પર વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

રાજકોટથી લઇ સોમનાથ સુધી વાહનોની કતાર લાગી છે.તો સાસણ તરફના રોડ પર રીતસરનો ટ્રાફિકની જામ સર્જવવા લાગ્યો છે .હોટેલ અને ફાર્મ હાઉસમાં હાઉસ ફૂલના પાટિયા લાગ્યા છે. તો દેવળીયા પાર્ક, સાસણ સેંચ્યુરી સહિતના પ્રવાસન સ્થળોએ લોકોનો જમાવડો જામ્યો છે લોકો સિંહ દર્શન માટે લાઈનો લગાવી રહ્યા છે