મોરબી જિલ્લા માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શહીદ પોલીસ કર્મચારી સ્વ. સંગ્રામભાઈ કુકાભાઇ ગોલતર એક વર્ષ પહેલા તેમના વતન માનગઢ તા-હળવદ તરફ જતા હતા તે દરમિયાન ટીકર રોડ પર થયેલા અકસ્માત થયો હતો. જેમાં તેઓ શહીદ થયા હતા આ શહીદ પોલીસ કર્મીના પરિવાર જનો હાલ ધાંગધ્રા સીટી પોલીસ લાઇન પાસે રહેતા હોય દિવાળીના શુભ પર્વ નિમિત્તે હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ અને સ્વ. સંગ્રામભાઈના દિકરાઓને ફટાકડા અને મીઠાઈની ગિફ્ટ આપવામાં આવી હતી અને શહીદ પરિવારને તેમની દિવાળીમાં એકલાપણું ન લાગે તેવા પ્રયાસ કર્યા હતા