HomeGujaratમોરબી જિલ્લામાં ખનીજચોરી અટકાવવા જનતાએ મેદાનમાં ઉતરવું પડ્યું !!

મોરબી જિલ્લામાં ખનીજચોરી અટકાવવા જનતાએ મેદાનમાં ઉતરવું પડ્યું !!

પોલીસ,ખાણ ખનીજ અને આરટીઓને માત્ર ઉઘરાણામાં જ રસ !!

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફીઆઓ બેફામ બન્યા છે હળવદ વિસ્તારમાં તો જાણે ખનીજ ચોરી કરવાની પરમિશન હોય તે પ્રકારે રોજના સેંકડો વાહનો ખનીજ ચોરી કરીને હાઇવે ઉપર બેફામ દોડી રહ્યા છે પરંતુ ખાણ ખનીજ, આરટીઓ અને પોલિસ વિભાગ આ ખનીજ ચોરોને રોકવાને બદલે માત્ર ઉઘરાણા કરવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે જેથી ખનીજ માફિયાઓને બેફામ ખનીજ ચોરી કરવા ની ગેરકાયદેસર પરમિશન હોય તેવું લાગી રહ્યું છે આવી સ્થિતિ વચ્ચે હળવદના જુના દેવળિયા ગામે ગઈકાલે મોડી રાત્રે મહિલાઓ ખનીજ ચોરી રોકવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું હતું દેવળીયા ગામ પાસેથી પસાર થતાં રેતીના ડમ્પરોને ગામમાંથી પસાર કરતા અટકવ્યા હતા ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પર ચાલકો દ્વારા અવારનવાર અકસ્માત નો ભય સર્જાતો હોય છે તેથી ગામ લોકોએ અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો જોકે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ કે પછી આરટીઓ વિભાગને કોઈ રસ જ ન હોય એવું લાગતા જનતા એ મેદાનમાં ઉતરવું પડ્યું છે જે ખરેખર શરમ જનક છે

મોરબી જિલ્લામાં અત્યાર સુધી ઘણી વખત ખનીજ ચોરીને રોકવા માટે કે પછી પોતાની કામગીરી દેખાડવા માટે માત્ર ગણ્યા ગાંઠિયા વાહનોને જપ્ત કરી અને કાર્યવાહી કરવાનો દાવો કરતી પોલીસ, ખાણ ખનીજ વિભાગ અને આરટીઓના પાપે જિલ્લામાં બેફામ ખાણીજચોરી થઈ રહી છે અગાઉ વિજિલન્સ દ્વારા પણ મોટી માત્રામાં ડમ્પર , હિટાચી સાથે અનેક ખનીજ માફિયાઓને પકડ્યા હતા. તો મોરબી જિલ્લાની પોલીસ કેમ આવી કામગીરી નથી કરી શકતી? શા માટે ખાણ ખનીજ વિભાગ પણ આ ચોરીને અટકાવવા નિષ્ફળ નીકળી છે હાઇવે ઉપર જાણે ખનીજ માફીઆઓ બેફામ રીતે ઓવરલોડ ભરીને રસ્તા પર બેફામ ચલાવતા હોય છે તો તેને કેમ પકડવામાં નથી આવતા.? પોલીસ આરટીઓ અને ખાણ ખનીજ વિભાગ માત્ર હપ્તા જ ઉઘરાવે છે હપ્તારાજના લીધે ખનીજ માફીઆઓને ખનીજ ચોરી કરવાનું આડકતરું પ્રોત્સાહન મળી રહ્યું છે અને બીજી બાજુ લોકશાહીમાં રાજા કહેવાતી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે

ઉલ્લેખનીય છે કે હળવદ સહિત સમગ્ર જિલ્લામાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે અને ખનીજ માફિયાઓનું સીધું જ કનેક્શન ખાણ ખનીજ વિભાગ આરટીઓ અને પોલીસ વિભાગ સાથે જોવા મળી રહ્યું છે જ્યારે પણ ખાણ ખનીજ આરટીઓ અને પોલીસ દરોડા પાડવા જતી હોય છે ત્યારે અગાઉજ માફિયાઓ જાણ થઈ જતી હોય છે અને ખનીજ માફિયાઓ ત્યાંથી ફરાર થઈ જતા હોય છે કોઈ ગણ્યા ગાંઠ્યા જ પોલીસ , આરટીઓ અથવા તો ખાણ ખનીજ વિભાગના ઝપટમાં આવી જાય છે પરંતુ વર્ષોથી જે ખનીજ માફીયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે તેમની વિરુદ્ધ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જોવા નથી મળ્યું. ક્યારે અટકશે આ ખનીજ માફીઆઓ ? ક્યારે ખાણ ખનીજ વિભાગ, આરટીઓ કે પોલીસ વિભાગ આવા ખનીજ માફીઆવી વિરુદ્ધ કડકાઇથી કામ લેશે તે તો હવે જોવું રહ્યું પરંતુ હવે રાજુઆતો કરી ને થાકી ગયેલ જનતા ખુદ આવા ખનીજ માફિયાઓને અટકાવવા સામે આવવું પડી રહ્યું છે પરંતુ પોલીસ, આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને જનતાની તકલીફ સાથે કઈ લેવાદેવા જ ન હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW