મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં કલેકટર કચેરી રોડ પર આવેલા ભુવનેશ્વરી પાર્કમાં આવેલા કપિલભાઈ ગીરીશભાઈ જોશીના રહેણાક મકાનમાં આવેલા મંદિરમાં પ્રગટાવેલા દીવાની જ્યોતથી અચાનક મંદિર તેમજ આસપાસ વિસ્તારમાં આગ લાગી ગઈ હતી તી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ગંભીર ન હોવાથી ગણતરીની મીનીટમાં કાબુમાં આવી ગઈ હતી તેમજ કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

