મોરબી જિલ્લામાં તહેવાર નજીક આવતાની સાથે મીઠાંઇ અને ફરસાણની દુકાન ધમધમતી થઈ ગઈ છે ખાસ કરીને શહેરની મોટાભાગની બજારમાં મીઠાઈની ડિમાન્ડ પણ વધી છે. અચાનક વધેલી ડીમાન્ડનો ફાયદો ઉઠાવવા કેટલાક ભેળસેળિયા તત્વો બેફામ બની જતા હોય છે અને હલકી ગુણવત્તાની મીઠાઈ ફરસાણ બનાવી લોકોના આરોગ્ય જોખમાય તેવા પ્રયાસ કરે છે ત્યારે આવા તત્વો પર એક્શન લેવાય તે જરૂરી છે. અગાઉ નવરાત્રી પર્વ દરમ્યાન અલગ અલગ ફરસાણ અને મીઠાઈના સેમ્પલ લેવાયા બાદ ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય થયું હતું અને સમગ્ર જિલ્લામાં બે દિવસ સુધી ડ્રાઇવ ચલાવી હતી અને અલગ અલગ સ્થળે ફરસાણમાં વાપરતા તેલની ગુણવતા સ્થળ પર ચકાસવામાં આવી હતી તેની સાથે સાથે જિલ્લામાં અલગ અલગ28 સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતાં જેમાં મોરબી શહેરની 10 દુકાન, વાકાનેરમાં6 હળવદમાં6 ટંકારામાં4 અને માળિયાં 2 સ્થળે થી મીઠાઈ અને ફરસાણના નમૂના લેવામાં આવ્યા હતા. અને આ નમૂના ફૂડ વિભાગની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં દિવાળી પર્વ પેહલા ફૂડ વિભાગે અલગ અલગ જગ્યાએ ચકાસણી કરી હતી અને મોરબીમાંથી10, હળવદ અને વાંકાનેરમાં 6-6 ટંકારામાં 4 જ્યારે માળિયા તાલુકામાંથી 2 દુકાનોમાં ચકાસણી કરી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ફરસાણ અને મીઠાઈ ની નમુનાની વાત કરીએ તો ગુલાબ જાંબુ,ટોપરા પાક, કેસર પેંડા, ચોકલેટ કેક, બરફી સહિતની 18 મીઠાઇના નમૂના લીધા હતા તો ચવાણું, ગાઠીયા,સેવ, જેવા ફરસાણ અને તેમાં વપરાતા બેસન ,ઘી, માવાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે

