HomeGujaratરાજ્યમાં વધુ એક સામુહિક આપઘાતનો બનાવ,સાસુ વહુ અને બે સંતાન સાથે ડેમમાં...

રાજ્યમાં વધુ એક સામુહિક આપઘાતનો બનાવ,સાસુ વહુ અને બે સંતાન સાથે ડેમમાં ઝંપલાવ્યુ

તાજેતરમાં સુરતમાં એક જ પરિવારના 6 જેટલા સભ્યોના સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી આ ઘટનાની શ્યાહી સુકાઈ નથી ત્યાં વધુ એક સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ બનાસકાઠા જિલ્લામાં આવતા પાલનપુર તાલુકાના ભટામલ ગામમાં રહેતા ચૌહાણ પરિવારની 30 વર્ષીય પરણીતા નયનાબા તેની 8 વર્ષની દીકરી સપનાબા ,5 વર્ષના પુત્ર વિરમ સિંગ તેમજ સાસુ કનુબા એમ ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો ઘટની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના તરવૈયા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃત દેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી એક પરિવારના 4 લોકોના આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક પરિણીતાના પતિ અને સસરા શારરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોવાથી ઘરમાં અવાર નવાર ઝઘડા થતા હોવાથી કંટાળી જઈ આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું છે.

મૃતકના નામ નયનાબા નારણ સિંગ ચૌહાણ ઉમર વર્ષ 30,સપનાબા નારણસિંગ ચૌહાણ ઉમર વર્ષ 8,વિરમસિંગ નારણસિંગ ચૌહાણ ઉમર વર્ષ 5 તેમજ કનુબા ગેન સિંગ ચૌહાણ ઉમર વર્ષ 55 નો સમાવેશ થાય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW