HomeGujaratમોરબીના અણીયારી ચોકડીથી ચોરાયેલ જેસીબી ભાવનગરથી મળી આવ્યું, બે શખ્સની ધરપકડ

મોરબીના અણીયારી ચોકડીથી ચોરાયેલ જેસીબી ભાવનગરથી મળી આવ્યું, બે શખ્સની ધરપકડ

કચ્છ જિલ્લાના ભચાઉ,તાલુકાના કડોલ ગામના સાંજણભાઇ ભીખાભાઇ નાંગહનું જીજે 12 સીએમ 5211 નંબરનું જેસીબી ગત તા 1 ના રોજ રાત્રીના સમયે મોરબી તાલુકાના અણીયારી ચોકડી પાસે આવેલા અણીયારી ચોકડી પાસે આવેલા સિલ્વર હોટેલ પાસેથી અજાણ્યા શખ્સ ચોરી કરી લઇ ગયા હતા જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી ફરિયાદ આધારે પોલીસે તપાસ કરતા આસપાસના સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ બાઈક આ જેસીબી સાથે જતા હોવાનું જાણવા મળ્યું હતું આ બાઈકના નંબર પ્લેટની તપાસ કરતા બાઈક ભાવનગર જિલ્લાના નાગ ધણીબા ગામના શખ્સનું હોવાનું સામે આવ્યું હતું અને તેના આધારે પોલીસે તપાસ માટે એક ટીમ ભાવનગરના નાગધણીબા ગામે પહોચી હતી જ્યાં શૈલેષ ભરત ચૌહાણ અને વિશાલ વલ્લભ મકવાણા નામના શખ્સ શંકાસ્પદ જણાયેલા બાઈક તેમજ ચોરાઉ જેસીબી સાથે મળી આવ્યા હતા જે બાદ પોલીસે ચોરાયેલ જેસીબી અને બાઈક સાથે આરોપી ને ઝડપી લીધા હતા અને બન્ને આરોપીને મોરબી લાવી તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW