HomeGujaratમોરબીમાં ચરિત્રની ખોટી શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ ફટકારતી...

મોરબીમાં ચરિત્રની ખોટી શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ ફટકારતી કોર્ટ

મોરબી બી ડીવીઝન વિસ્તારમાં આવેલા હરીઓમ પાર્કમાં રહેતા ભાવનાબેન નામની મહિલાની તેમના પતિ પ્રવીણભાઈ મંછારામ ભાઈ કુબાવતે ચારિત્રની ખોટી આશંકા રાખી ઝઘડો કર્યો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા પ્રવીણભાઈ  પત્ની ભાવનાબેનને લોખંડના દસ્તાનો ઘા મારી હત્યા નીપજાવી ફરાર થઇ ગયા હતા આંખો દિવસ ઘર બંધ રહ્યા બાદ સાંજના સમયે પ્રવીણભાઈની નાની દીકરી કૃપાલી બેન  ઘરે પહોચી ત્યારે ઘર બહારથી બંધ હોય જે બાદ ચાવી માટે મોટી બહેન ઉર્વશીબેન ફોન કરતા બહેના આવી હતી અને ઘરમાં પ્રવેશ કરતા માતાને લોહી લુહાણ અને બેશુદ્ધ હાલતમાં પડેલા  અને પિતા હાજર ન મળી આવતા અંતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી બનાવ અંગે મૃતકની મોટી દીકરી ઉર્વશીબેને બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે હત્યારા પતિ પ્રવીણભાઈને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા કેસમાં પોલીસ તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ અને જરૂરી પુરાવાં કોર્ટમાં ફાઈલ કર્યા બાદ કેસ મોરબીની સેકન્ડ એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ સંજય દવેએ ધારદાર દલીલો  તેમજ 25 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ૬ સાક્ષીઓને પણ તપાસમાં આવ્યા હતા 

બન્ને પક્ષની દલીલ પુરાવા તેમજ સાક્ષીઓના આધારે સેકન્ડ એડીશનલ સેસન્સ જજ વિરાટ એ બુદ્ઘા એ આરોપી પ્રવીણ મછારામ કુબાવતને ગુનેગાર ઠેરવ્યો હતો અને પત્નીની હત્યા માટે આજીવન કેદ અને રૂ 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW