મોરબીમાં ઘણા સમયથી રેલવે લાઇનની બાજુમાં ઇલેક્ટ્રિક લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ઇલેક્ટ્રિક પોલ નાખી વીજ વાયરો જોડવામાં આવ્યા છે. જેથી બધી ટ્રેનો ઇલેક્ટ્રિકથી દોડી શકે. આ ઇલેક્ટ્રિકની લાઈનનું કામ પૂરું થતા મોરબીમાં પ્રથમ વખત રેલવે તંત્ર દ્વારા ટેસ્ટીગના ભાગરૂપે ઇલેક્ટ્રિક પાવરથી ચાલતી ટ્રેન પસાર કરવામાં આવી હતી. જો કે ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલથી બધી ટ્રેનો ચાલતી હતી. પણ હવે આ ઈંધણની બચત થશે અને પેટ્રોલ ડીઝલને બદલાવી હવે બધી ટ્રેનો ઇલેક્ટ્રિક પાવરથી આધારિત ટ્રેનો કરવામાં આવી છે. જો કે મોરબીથી વાંકાનેર દોડતી લોકલ ડેમુ ટ્રેનને ઇલેક્ટ્રિક લાઇન સાથે કનેક્ટ કરીને આજે પહેલીવાર આ ડેમુ ટ્રેનને ઇલેક્ટ્રિક પાવરથી આધારિત મોરબી અને વાંકાનેર વચ્ચે દોડાવવામાં આવી હતી. આથી હવે પછી બધી ટ્રેનો ઇલેક્ટ્રિક પાવરથી ચાલશે. એ મોરબીવાસીમાં માટે ખુશખબર છે.
ઇલેક્ટ્રિક લાઇન તો મળી પણ લાંબા અંતરથી ટ્રેનો ક્યારે મોરબીથી દોડશે
મોરબીએ સીરામીક સહિતના ઉધોગથી હરણફાળ ભરી છે અને મોરબીમાં આજે એવો વિકાસ થયો છે કે ટૂંકાગાળાના ભવિષ્યમાં મોરબી મેટ્રોસીટી બની જશે. પણ દુઃખની વાત એ છે કે મોરબીને વર્ષોથી રેલવે પ્રશ્ને થઈ રહેલો અન્યાય ક્યારે દૂર થશે ? કારણ કે આઝાદીના એટલા વર્ષો બાદ મોરબીમાં એકાદ બે જ લોકલ ટ્રેનો છે. એકપણ લાંબા અંતરની ટ્રેનો નિયમિત રીતે દોડતી નથી. ઉધોગોને કારણે ઘણા બધા લોકોને મોરબીથી ટ્રેનમાં ગુજરાત કે ભારતભરની કોઈપણ જગ્યાએ જવું તો વાંકાનેર સુધી ધક્કો ખાવો પડે છે. દર વખતે રેલવે બજેટમાં મોરબીને આશા હોય છે. પણ અત્યાર સુધીના એકપણ રેલવે બજેટમાં મોરબીનો રેલવે પ્રશ્ને ન્યાય મળ્યો નથી. હવે ઇલેક્ટ્રિક આધારિત ટ્રેન ચાલશે પણ લાંબા અંતરની ટ્રેનો ક્યારે મળશે એ નક્કી જ નથી.

