HomeGujaratમોરબીના વાવડી રોડ પર છોકરાને રમવા બાબતે મહિલા પર ચાર શખ્સોનો હુમલો

મોરબીના વાવડી રોડ પર છોકરાને રમવા બાબતે મહિલા પર ચાર શખ્સોનો હુમલો

મૂળ માળિયા (મી) તાલુકાના કુંતાસી ગામના રહેવાસી અને હાલ મોરબીના વાવડી રોડ પર શ્રીજી પાર્કમાં રહેતા હિતેષભાઇ કેશવલાલ કુંડારીયા (ઉ.વ.૪૫) એ આરોપી અનીશાબેન ફીરોજભાઈ સિપાઈ રહે. વાવડી રોડ શ્રીજી પાર્ક, અસલમ ઘાંચી રહે. મોરબી મહેન્દ્રપરા, સુભાન જેડાનો નાનો ભાઈ રહે. મોરબી પંચાસર રોડ તથા એક અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ ફરીયાદીના દિકરો શેરીમા સાયકલ ચલાવતો હોય જેથી આરોપી અનીશાબેનના છોકરાઓ શેરીમા રમતા હોય જેથી છોકરાઓ રમવા બાબતે આરોપી અનીશાબેનએ હેતલબેનને લાફામારી ગાળો બોલી તેમજ આરોપી અસલમ, સુભાન અને અજાણ્યા માણસે ગાળો બોલી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર હિતેષભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW