પંજાબમાં આવેલા એરફોર્સના બેઝકેમ્પમાં થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય સક્રિય સભ્ય એવા શાહિદ લતીફની પાકિસ્તાન ખાતે આવેલા શિયાલકોટ વિસ્તારમાં ગોળી મારી ઠાર કરી દેવાયો છે મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા શખ્સોએ તેના પર ગોળીબાર કર્યો હતો અને તેને ઠાર કરી દેવામાં આવ્યો હતો શાહિદ લતીફ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો આ અગાઉ તેણે જ જૈશના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. લતીફ પર 1999માં ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરનારા આતંકવાદીઓમાં સામેલ હોવાનો પણ આરોપ છે.
પઠાન કોટ હુમલા વખતે ભારતમાંથી 350 કિલો વિસ્ફોટકોની ખરીદી કરવામાં આવી હતી અને આ વિસ્ફોટક ખરીદવા જૈશ-એ-મોહમ્મદે આ માટે ચૂકવણી કરી હતી. જેઓએ તેને આતંકવાદીઓ સુધી પહોંચાડ્યું તેઓ ભારત આવવાની રાહ જોઈ રહ્યા હતા. , સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત આતંકવાદીઓના ભારતીય મદદગારોને એરબેઝની તપાસ કરવાની શંકા હતી.