HomeGujaratમોરબીના ખીજડીયા પ્રાથમિક શાળામાં બાળકો એ ચિત્ર બનાવી તમાકુ મુક્તિ અંગે જાગૃતી...

મોરબીના ખીજડીયા પ્રાથમિક શાળામાં બાળકો એ ચિત્ર બનાવી તમાકુ મુક્તિ અંગે જાગૃતી સંદેશ આપ્યો 

મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ  અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે નાના ખીજડીયા ખાતે આવેલી નાના ખીજડીયા તાલુકા શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૬૦ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર પચાયા સુમિતા ,તથા દ્રિતીય ક્રમ પર અજમાત્રા રેહાના, તથા તૃતીય નંબર પર પચાયા સંત્રી એ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર હિતેષભાઈ કે.પટેલે વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે,વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં, આર.બી.એસ.કે. ડો. અમિતા સનારિયા, ડો.કેયૂર જાની, સી.એચ.ઑ અર્ચના ભાડજા, આરોગ્ય કર્મી જયદીપ ભટ્ટ,  તનજીરાબાનું માથકીયા,  મંતેશાબાનું પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય નમેરા દિવ્યેશભાઈ અને તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW