હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અરવલ્લીના મેઘરજ તાલુકાના શણગાલ ગામના બન્ને એક જ સમાજના પ્રેમી પંખીડા ભાગીને મયુરનગર ગામે આવ્યા હતા. જ્યાં તેમને બ્રાહ્મણી નદીના કાંઠે ઝાડ સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી પ્રેમી પંખીડા રાહુલ બાબુભાઈ તરાર (ઉં.વ. 22) અને હિરલ ધીરાભાઈ તરાર (ઉં.વ. 19)નું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હળવદ પોલીસને જાણ કરાતા ટીકર બીટ જમાદાર ગીરીશદાન ટાપરીયા અને શક્તિસિંહ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

