ડો.બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિન નિમિત્તે જવાહર સોસાયટી યુવા સંગઠનનાં મિત્રોએ સંકલ્પ દિવસની ઉજવણી આંગણવાડીમાં નાના બાળકો ડીજીટલ માધ્યમથી કંઇક અવનવુ શિક્ષણ મેળવે એ હેતુથી સ્માર્ટ એન્ડરોઇડ ટીવી આપી ૩૫ વર્ષ પહેલા જે આંગણવાડી કાર્યકર હતા એવા રેખાબેનનાં હસ્તે ટીવીનું અનાવરણ કરાવ્યુ અને તેમજ મોમેન્ટ આપી સન્માન કર્યુ હતુ.જવાહર સોસાયટી (નઝરબાગ) આંગણવાડીનાં કાર્યકર આરતીબેન રામાવતે જવાહર યુવાસંગઠનનાં બધાજ મિત્રોનો સ્માર્ટ ટીવી અનાવરણ તેમજ સન્માન કાર્યક્રમ માટે ખુબજ મહેનત કરી એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે મોરબી જીલ્લા પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી જીલ્લા ઉપપ્રમુખ હીરાભાઇ ટમારીયા, તાલુકા ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઇ પરમાર, સીડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, સીમાબેન મુછડીયા, મુકેશભાઇ ઉભડીયા,મંજુલાબેન ચૌહાણ, દિનેશભાઇ પરમાર, ગોપાલભાઇ સોલંકી, ઘીરજભાઈ સોલંકીનાં સન્માન પણ કરવામાં આવ્યા હતા.

