HomeGujaratટંકારામાં લેવજેહાદની ઘટનાના વિરોધમાં વેપારીઓ આવતીકાલે સ્વયંભૂ બંધ પાડશે

ટંકારામાં લેવજેહાદની ઘટનાના વિરોધમાં વેપારીઓ આવતીકાલે સ્વયંભૂ બંધ પાડશે

ટંકારામાં લવ જેહાદના વધતા કિસ્સાઓને પગલે હિંદુ સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે તાજેતરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો બનતા પરિવારે ગ્રામજનોને સાથે રાખી આવેદન પાઠવ્યું હતું તો સોમવારે અડધો દિવસ સ્વયંભુ બંધનું એલાન કરવામાં આવ્યું છે તેમજ વિશાલ રેલી યોજી આવેદન પાઠવવામાં આવશે

ટંકારા પંથકમાં લવ જેહાદના કિસ્સાઓ ચિંતાજનક હદે વધી રહ્યા છે તાજેતરમાં આવો એક કિસ્સો બન્યો હતો જેમાં લવ જેહાદનો ભોગ બનેલ યુવતીના પિતાએ પીએસઆઈને તાજેતરમાં લેખિત અરજી કરી જણાવ્યું હતું કે ટંકારામાં રહેતા વિધર્મી વસીમ ખલીફા નામનો મુસ્લિમ ઇસમ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે તાજેતરમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે જે અરજદારની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે અને ધર્મ પરિવર્તન કરાવી દેશે તેવી દહેશત વ્યક્ત કરી છે જેથી વિધર્મી વિરુદ્ધ લવ જેહાદના કાયદા મુજબ કાર્યવાહી કરવા માંગ કરી હતી યુવતીના પિતાની અરજીહોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હિંદુ સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે જેથી સોમવારે અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં વેપારીઓ સ્વયંભુ બપોર સુધીના બંધમાં જોડાશે એટલું જ નહિ ૧૦ કલાકે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતેથી મહા રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પાઠવવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW