સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ મહિના સુધી વરસાદ ખેચાતા એક તરફ ચોમાસું પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો શિયાળુ પાક પણ લેવાની શક્યતા પર ગંભીર શક્યતા વર્તાઈ રહી હતી આ સમાચાર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે અને આગામી સપ્તાહમાં મોરબી સહીત સૌરાષ્ટ્રના અનેક જીલ્લામાં વરસાદના નવા રાઉન્ડની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ વરસાદની સીસ્ટમ કેટલી મજબુત છે ક્યાં ભારે વરસાદ થશે કે ક્યાં હળવો વરસાદ થશે તે અંગે કોઈ સચોટ માહિતી સામે આવી શકી નથી જોકે હાલ વરસાદના છેલ્લા રાઉન્ડની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર એક રણમાં મીઠી વીરડી સમાન લાગી રહ્યું છે
ચાલુ વર્ષે બીપર જોય વાવાઝોડાના કારણે ચોમાસાની વિધિવત શરુઆત 15 દિવસ મોડી થઇ હતી જેના કારણે વરસાદની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. જુન મહિનાના પ્રથમ પખવાડિયામાં બીપરજોય વાવાઝોડાની અસર થી વરસાદ થયા બાદ જૂન મહિનાના બીજા સપ્તાહ અને જુલાઈ મહિના દરમિયાન ભરપુર વરસાદ વરસ્યો હતો. જોકે ઓગસ્ટ મહિનો સમ્પૂર્ણ રીતે કોરો કટ્ટ રહ્યો હતો તો સપ્ટેમ્બર મહિનાના પંદર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકામાંથી વરસાદી સીસ્ટમ સંપૂર્ણપણે ગાયબ થઇ ગઈ હતી અને તેના કારણે ભર ચોમાસે ઉનાળા જેવો માહોલ સર્જાયો હતો. અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ગરમીનું જોર વધ્યું હતું અને મહતમ તાપમાન 35 ડીગ્રીથી લઇ 38 ડીગ્રી સુધી પહોચી ગયું હતું
દોઢ મહિના સુધી વરસાદ થયો નથી પરંતુ. લાંબા સમય બાદ બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદની સીસ્ટમ સક્રિય થઈ છે અને હવે ધીમ-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગામી એક સપ્તાહમાં મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડની હવામાન વિભાગ અનુમાન કરી રહ્યા છે.અને અગામી 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
ચોમાસાના દોઢ મહિના કોરા જવાના કારણે જીલ્લામાં મોટા ભાગના જળાશય પુરા ભરાયા નથી જેના કારણે આગામી ચોમાસું પાક અને શિયાળુ પાક બન્ને પર તેની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે સાથે સાથે જો વધુ વરસાદ ખેચાય તો પીવાના પાણીનું પણ સંકટ ઘેરાઈ શકે છે આવી સ્થિતિમાં મોરબી સહીત સૌરાષ્ટ્રમાં વરસાદના નવા રાઉન્ડથી એક નવી આશા જાગી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ થાય તો જિલ્લાના નાના મોટા તળાવ સરોવરની સાથે સાથે ડેમમાં પણ પાણીની આવક થશે અને તેના કારણે આગામી વર્ષમાં જે પાણીની તંગી સર્જાવવાનો ડર તંત્રને પણ ક્યાંક સતાવી રહ્યો છે તેમાંથી મુક્તિ મળશે

