HomeGujaratવાંકાનેરના ઢુવાની બેંકમાં ફરજ બજાવતો 24 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરનું હાર્ટએટેકથી મોત

વાંકાનેરના ઢુવાની બેંકમાં ફરજ બજાવતો 24 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરનું હાર્ટએટેકથી મોત

બનાવની માહિતી મુજબ મૂળ વાંકાનેરના અને તાલુકાના ઢુંવા ખાતે આઇસીઆઈસીઆઇ બેંકમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા વાળંદ સમાજનો ઉગતા સિતારો ૨૪ વર્ષીય ધવલ અતુલભાઈ સુરાણી ઓફિસના કામસર મોરબી બ્રાન્ચે ગયા હતા જ્યાં અચાનક જ હાર્ટ એટેક નો હુમલો આવતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ સારવાર કારગત નીવડી નહિ અને પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ મૃતક યુવકની સગાઈ 20 દિવસ પૂર્વે જ કરવામાં આવી હતી. ત્યારે સાંસારિક જીવન શરૂ કરે તે પહેલાં જ જીવનદીપ બુઝાઈ જતા યુવક-યુવતીનાં પરિવાર સહિત વાળંદ સમાજમા શોક સવાઈ ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW