રાજ્ય વિવિધ સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ અને સમિતિઓની ટર્મ પૂર્ણ થતાં હવે નવા હોદેદારોની નિમણુક થવા લાગી છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતમાં બુધવારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ આજે જિલ્લાની તમામ પાંચેય તાલુકા પંચાયતમાં ગુરુવારે પ્રમુખ ઉપપ્રમુખ માટે મતદાન યોજાયું હતું. બુધવારે પ્રદેશ ભાજપના આદેશ મુજબ નકકી કરાયેલ નામની પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના નામની જાહેરાત કરી હતી. મોરબી જિલ્લાના પણ તમામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના નામની જાહેરાત થઈ હતી. આ નામની જાહેરાત થતાં માળિયા મિયાણા તાલુકા પંચાયતના સદસ્યોમાં. નારાજગીનો માહોલ સર્જાયો હતો જેના કારણે નવા જૂની થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી
આ.અંગેની જાણ થતાં મોરબી માળિયાં મિયાણાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરમિયાન ગીરી કરી હતી અને માળિયાં મિયાણા ભાજપના આગેવાનો ગોપાલભાઈ સરડવા જેશિંગભાઈ હુંબલ મણીલાલ સરડવા અને મનીષભાઇ કાંજીયા સહિતનાને આં સભ્યોને સમજાવવાની જવાબદારી સોંપી હતી જે બાદ આં આગેવાનોએ નારાજ સદસ્યો સાથે વાતચીત કરી તેઓને સાંભળ્યા હતા અને સમાધાન કરાવતા અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું અંતે માળિયા મિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન અશોકભાઈ બાવરવા ઉપપ્રમુખ તરીકે સીતાબેન ચંદુભાઈ લાવડીયાની કારોબારી સમિતી ચેરમેન તરીકે જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગરની વરણી કરવામાં આવી હતી


