મોરબી તાલુકાના ચાચાપર ગામની હદમાં આવેલ ચાચાપર ગામમાં રહેતા ઘરવિહોણા પરિવારને રાજ્ય સરકારની યોજનાના લાભ મળે તે માટે 100 ચોરસવાર પ્લોટ ફાળવવાના હોય જોકે જિલ્લા કલેકટર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી હતી તે જમીન પર કેટલાક તત્વોએ દબાણ ખડકી દીધું હોય અને તેના પર ગેર કાયદેસર ખેતી કરતા હોય જેથી આં અંગે જિલ્લા પંચાયતસુધી ફરિયાદ જતા અંતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરકારી જમીન પર ખડકાયેલ દબાણ દુર કરવા સુચના આપવામાં આવી હતી
જે બાદ મોરબી જિલ્લા પંચાયતની દબાણ હટાવ શાખાની ટીમ ચાચાપર ગામમાં પહોચી હતી અને તપાસ કરી હતી જેમાં ઘર વિહોણા લાભાર્થી માટે ફાળવેલા સર્વે નંબર 29 પૈકીના 100 ચોરસ વારના પ્લોટના લાભાર્થી માટેગામ તળ નીમ કરવા માટે દરખાસ્ત થયેલ હતી જે જમીનની પાસેની જમીનમાં સર્વે નંબર 8 પૈકીના ખાતેદાર ત્રિભોવનભાઈ મોરભાઈ પટેલ,અને અલ્પેશ ભૂદરભાઈ હોથી દ્વારા ફેન્સીંગ કરી તેમજ પાકી દીવાલ કરી તેમાં લીંબુની ખેતી શરુ કરી દઈ દબાણ ખડકી દીધા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી ડીડીઓની સુચના આધારે નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, સહિતનાની હાજરીમાં દબાણ પર જેસીબી ફેરવી દેવાયું હતું અને જગ્યા ખાલી કરાવવામ આવીહતી

