મોરબીના ખાખરેચી ગામના વતની અને ઘુનડા ના ઈડનહિલ ખાતે રહેતા હીરન મનસુખભાઈ કડીવાર નામના 28 વર્ષીય યુવકનું ગત 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું અવસાનને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટના બાદ પરિવારે તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ પુત્રની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું આયોજન કર્યું છે આ કેમ્પ તા 11 ના રોજ સવારે 8 થી 10 દરમિયાન ઉમિયાનગર સોસાયટી ઉમિયા સર્કલ પાસે શનાળા રોડ મોરબી ખાતે રાખ્યું છે આ કેમ્પને સફળ બનાવવા સંસ્કાર બ્લડ બેંક પણ સહયોગ આપશે

