HomeGujaratમોરબીમાં L.E કોલેજ મેદાન ખાતે જન્માષ્ટમી મેળો ખુલ્લો મુકાયો

મોરબીમાં L.E કોલેજ મેદાન ખાતે જન્માષ્ટમી મેળો ખુલ્લો મુકાયો

મોરબીના એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી મેળાને જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા તેમજ જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તાબા હેઠળનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે. જે અંતર્ગત મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓ જેવી કે, રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ તથા અવનવી વસ્તુઓના વેચાણ અર્થે “જન્માષ્ટમી મેળો-૨૦૨૩” મેળાનું આયોજન તા.૦૫/૦૯/૨૦૨૩ થી તા.૧૪/૦૯/૨૦૨૩ સુધી એલ.ઈ. કોલેજ મેદાન, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ મેળામાં ૬૦ મહિલા કારીગરોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો ચાલો આ દિન-૧૦ ના પ્રદર્શન સહ વેચાણ મેળામાં પરિવાર સાથે મુલાકાત લઈ કારીગર મહિલાઓને પ્રોત્સાહન આપીએ. આ મેળામાં અવનવી હસ્તકલા કારીગરીની અનેક ચીજવસ્તોઓના પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા કલેકટર સાથે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ સહિત અધિકારીઓ, અગ્રણી અને મોરબી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW