HomeGujaratમોરબી માં આવતી કાલે આયુર્વેદિક દવાખાના દ્વારા નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

મોરબી માં આવતી કાલે આયુર્વેદિક દવાખાના દ્વારા નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી માર્ગદર્શનમાં સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા તારીખ: ૦૨-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન સોમેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી નગર, વાવડી રોડ, મોરબી ખાતે `વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ડોક્ટર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, (મેડિકલ ઓફિસર-આયુર્વેદ, જનરલ હોસ્પિટલ મોરબી) દ્વારા યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન કરી આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા સંબંધિત બિમારીને અનુરૂપ આયુર્વેદ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર માટેના આ કેમ્પમાં ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW