સુરજબાગ,કેસરબાગ અને સરદાર બાગમાં પાણીના તલાવડા ભરાતા અંદર જવું પણ મુશ્કેલ બન્યું
મોરબી શહેરમાં જાણે લોકોને હરવા ફરવા માટે સારી જગ્યા મળવાનું નસીબમાં જ ન હોય તેમ વર્ષોથી રાજશાહી સમયમાં બનેલા બગીચાઓ ને બાદ કરતા બીજી એક પણ જગ્યા હવે બચી નથી. આ બગીચાની જાળવણી કરવામાં પણ પાલીકા સદંતર નિષ્ફળ ગઈ છે.
હાલ શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો રક્ષા બંધન, બાદ સાતમ આઠમ, બાદ નવરાત્રી દિવાળી સહિતના તહેવારો આવશે આં સિવાય શાળા કોલેજમાં વેકેશન પણ આવશે આવા સમયે જ્યારે બાળકો હરવા ફરવા માટે બગીચા તરફ દોડવા લાગે છે.પરંતુ પાલિકાના બગીચા ની સ્થિતિ દયનીય બની ગઈ છે. પાલિકાના એક પણ બગીચા ફરવા તો દૂર અંદર જવાની પણ ઈચ્છા થાય તેવું નથી તમામ બગીચામાં આખો દિવસ બગીચામાં પાણી ના તલાવડા ભરાયેલ રહે છે. અને તેના કારણે આખો દિવસ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. શહેરના તમામ બગીચાના બેસવાના બાકડા તૂટી ગયા છે.લાઈટ પણ મોટા ભાગની બંધ હાલતમાં છે. જેના કારણે રાત્રીના સમયે અંધકાર છવાઈ જાય છે.
મોરબીના કેસર બાગની સ્થિતિ જોઈએ તો એન્ટ્રી ગેટ બહાર વાહનો પાર્ક કરવાની જગ્યાએ રેકડી ગલ્લના દબાણ ખડકાઈ ગયા છે તો અંદર પ્રવેશતા જાણે જંગલમા પ્રવેશી ગયા હોય તેમ બે થી અઢી ફૂટ જેટલું ઊંચા ઘાસથી લોકોનું સ્વાગત થાય છે.જાણે પાલિકાના કર્મચારી બગીચાની સફાઈ માટે જ આવતા ન હોય તેમ લાગી રહ્યું છે તો બાકડા પણ તૂટેલ હાલતમાં છે રમત ગમતના સાધનોની હાલત તો એટલી હદે દયનીય બની ગઈ છે કે તેના સાધનો બાળકોને આનંદ આપે કે ન આપે પીડા જરૂર આપે તેવા થઈ ગયા છે. લપસણી, હીંચકા ઉચક નીચક ચકરી સહિતના એકેય સાધનો રમવા જેવા રહ્યા નથી
સ્ટેશન રોડ પર આવેલા સિનિયર સિટીઝન પાર્ક તરીકે ઓળખાતા સૂરજ બાગની હાલત દયનીય બની છે.આ બગીચામાં પ્રવેશ દ્વાર પર કચરા ના ઢગલા દેખાય છે તો અંદર પ્રવેશતાની સાથે ગોઠણ ડૂબ પાણી ભરાયેલા છે તો અંદર રખડતા કૂતરા આંટા ફેરા મારે છે.તૂટેલ રમત ગમતના સાધનો , તૂટેલ બાંકડા, જોવા મળે છે તો ત્યાં સિક્યુરિટી ગાર્ડના અભાવે આવરા તત્વોનો અડ્ડો જમાવીને પડ્યા પાથર્યા રહે છે. જેના કારણે બાળકો પણ અંદર પ્રવેશ કરતા નથી.
સરદાર બાગમાં પણ અનિયંત્રિત ઘાસનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. પણ સરદાર બાગ સંપનું પાણી આખો દિવસ આવતું હોય છે. તો ફૂલ છોડ ની સ્થિતિ પણ ખરાબ છે સરદાર પટેલની પ્રતિમાની પણ નિયમિત સફાઈ થતી નથી આં સિવાય સાધનો પણ તૂટેલી હાલતમાં પડ્યા છે.સિક્યુરિટી ગાર્ડના અભાવે અહી પણ આવરા તત્વો પાડ્યા પાથર્યા રહેતા હોય અને સાધનોમાં તોડ ફોડ કરતા હોય છે જેના કારણે લોકો

