મોરબી ઇન્ડીયન સ્પેશ રીસર્સ સેન્ટર ઈસરો દ્વારા તાજેતરમાં ચંદ્રયાન-૩ પ્રોજેક્ટમાં સફળતા મેળવી હતી અને ચંદ્રની દક્ષિણ ધ્રુવ સપાટી પર વિક્રમ લેન્ડ સફળતાપૂર્વક ઉતારી એક નવો કીર્તિમાન સ્થાપ્યો હતો તો સ્પેસ રીસર્ચ ક્ષેત્રમાં ભારતની સફળતામાં એક વધુ છોગું ઉમેર્યું હતું અને સાથે સાથે ચન્દ્ર પર પહોચનાર વિશ્વના 3 દેશ બાદ ભારત ચોથો દેશ બન્યો હતો. આ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી હતી. આ ચંદ્રયાન 3 ના ચંદ્રની સપાટી પર લેન્ડ થવાની પ્રક્રિયાને સમગ્ર વિશ્વએ લાઈવ નિહાળી હતી.ભારતના વૈજ્ઞાનિકોની મહેનતની સફળતાને માણવા અને જાણવાની દેશભરની સાથે વાંકાનેરની નવી કલાવડી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળા સમયબાદ પણ શાળામાં રોકાઈને ચંદ્રયાન-3 સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ પ્રક્રિયા નિહાળી હતી શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના રાજ્ય પ્રતિનિધિ મનીષભાઈ બારૈયાએ ચંદ્રયાન અંગે બાળકોને જાણકારી આપી હતી રશિયાનું ચંદ્રયાન લ્યુના નિષ્ફળ થયેલું હોય પણ ભારતનું મુન મિશન સફળ થાય એ માટે વિક્રમ લેન્ડર સફળ રીતે ચંદ્રની ધરતી પર લેન્ડ થાય એ માટે વિદ્યાર્થીઓમાં ખુબજ ઉત્તેજના હોય રસપૂર્વક વિદ્યાર્થીઓએ ઈસરોના ભારતના મુન મિશનની સફળતાને નિહાળી ગર્વ અનુભવ્યો હતો.

