HomeGujaratમોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાકીય પરીક્ષા યોજાઈ હતી

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાકીય પરીક્ષા યોજાઈ હતી

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા આજે તારીખ 25 8 2023ને શુક્રવારના રોજ ભારત કોનો પ્રશ્ન મંચ શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લાની વિવિધ ૧૯ જેટલી શાળાએ ભાગ લીધો હતો.

શાળાકીય પરીક્ષામાં ધોરણ – 6 થી 8 ના 1565 વિદ્યાર્થિઓ તથા ધોરણ – 9 થી 12 ના 791 વિદ્યાર્થિઓ મળી કુલ -2356 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી અને તમામ પરીક્ષાર્થીઓને મોરબી શાખા દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવેલ છે. ભારત કો જાનો પ્રશ્ન મંચ મોરબી શાખાના સંયોજક હિરેનભાઈ ધોરિયાણી તથા સહસંયોજક રાવતભાઇ કાનગડની યાદી  અંતર્ગત માહિતી આપેલ છે. આ પરીક્ષા આપેલ બાળકોમાંથી કક્ષા ૬ થી ૮ માં કિશોર વિભાગ અને કક્ષા ૯ થી ૧૨ માં તરુણ વિભાગ આ બન્ને વિભાગમા દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવશે તેમનો આંતરીક પ્રશ્નમંચ( મૌખિક સ્પર્ધા) આગામી સમયમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવ હિંમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી, અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા સહિત તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW