HomeGujaratમોરબીની માણેકવાડા શાળામાં ગામના જ ઉદ્યોગકારે વોટર પ્યુરીફાયર અર્પણ કરી બાળકોને શુદ્ધ...

મોરબીની માણેકવાડા શાળામાં ગામના જ ઉદ્યોગકારે વોટર પ્યુરીફાયર અર્પણ કરી બાળકોને શુદ્ધ પાણી પીતા કર્યા 

મોરબીના લોકો સતત કંઈક ને કંઈક દાન કરતા રહેતા હોય છે એમાંય સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી પાયાની સગવડો પુરી પાડવી,શૈક્ષણિક કીટ અર્પણ કરવી,વગેરે દાનની પ્રવૃત્તિઓ કરી બાલ દેવો ભવ ની ભાવનાને સાર્થક કરતા હોય છે ત્યારે અત્રેની માણેકવાડા શાળામાં  રંગપર ગામ પાસે આવેલ સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક  અને  હિરેનભાઈ રતિલાલ દેત્રોજાએ 25000ની કિંમતનું  આધુનિક ટેકનોલોજી વાળું વોટરપ્યુરીફાયર શાળાને અર્પણ કર્યું હતું. સરકારી શાળામાં સુવિધાના અભાવે બાળકો અશુધ્ધ પાણી પીવા મજબૂર હોય છે પરંતુ ગામના ઉદ્યોગપતિની ઈચ્છા શક્તિ થી હવે આ ગામના બાળકો શુદ્ધ પાણી પીને તરસ છીપાવી રહ્યા છે અને દિલેર દાતા હિરેનભાઈનો હૃદયપૂર્વક વંદન રહ્યા છે.દાતાના અદકેરા દાનને શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારા તેમજ શાળા પરિવાર દિલથી આભાર પ્રકટ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW