મોરબી શહેરને અડીને આવેલા મહેન્દ્રનગર ગ્રામ પંચાયત પાસેની કાલીન્દ્રી નદીમાં એક મહિલા પડી ગઈ હોવાનો મોરબી ફાયર વિભાગની ટીમને કોલ આવતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને મહિલાના મૃત દેહની શોધખોળ કરી હતી લાંબા સમયની જહેમત બાદ મહિલાનો મૃતદેહ મળ્યો હતો અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણથતા બી ડીવીઝન પોલીસની ટીમ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ વિજયાબેન પ્રભુભાઈ પડ્સુંબીયા ઉવ 60 અને મહેન્દ્રનગર ગામ નજીક પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું ઘટના અંગે જાણ થતા પરીવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી. મહિલાના મોત અંગે કોઈ કારણ સામે આવ્યું નથી હાલ આ બનવ અકસ્માત છે કે આપઘાત તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

