HomeGujaratમાળિયાંના રાસંગપરના વતની શહિદ જવાન જે શાળામાં ભણ્યા તેં. જવાનનું નામ અપાયુ

માળિયાંના રાસંગપરના વતની શહિદ જવાન જે શાળામાં ભણ્યા તેં. જવાનનું નામ અપાયુ

આઝાદીની લડતમાં તથા આઝાદી બાદ સરહદ પર દેશની રક્ષા કરનારા ઘણા વીર યોદ્ધાઓએ પોતાનું બલિદાન આપ્યું છે .દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ‘મારી માટી મારો દેશ ‘ ‘માટીને નમન વીરોને વંદન’ કાર્યક્રમ થકી સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પ્રાણની આહુતિ આપનારા તેમજ દેશની રક્ષા કરતા કરતા શહીદી વહોરેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
શહિદ દામજીભાઈ બુડાસણાનો જન્મ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલ રાસંગપર ગામે તારીખ ૪ જૂન ૧૯૬૫ ના રોજ થયો હતો. પિતા દામજીભાઈ બુડાસણા અને માતા જબુબેનના ત્રણ સંતાનો માં સૌથી નાના ભાઈ હતા. દામજીભાઈએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન રાસંગપરમાં જ લીધું હતું.

શહીદ દામજીભાઈના પત્ની ભાનુમતિબેનએ જણાવ્યું હતું કે મારા ત્રણે બાળકો નાના હતા અને અભ્યાસ કરી રહ્યા હતા બાળકો નાના હોવાથી ઘરની તમામ જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી. સરકાર તરફથી પેન્શન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર તરફથી પરિવારનું સન્માન કરી રૂ. ૧,૦૦,૦૦૦, આપવામાં આવ્યા હતા. અમારા ગામ રાસંગપરમાં મારા પતિ દામજીભાઈ બુડાસણા એ જે પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તે શાળાનું નામકરણ ‘બીએસએફ વીર શહીદ દામજીભાઈ અમરશીભાઈ બુડાસણા પ્રાથમિક શાળા ‘ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તે તેના પરિવાર, વતન રાસંગપર તેમજ મોરબી જિલ્લા માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત છે.
ત્યારે આજે મોરબી જિલ્લાના રાસંગપર ગામના વતની વીર જવાન શહીદ દામજીભાઈ અમરશીભાઈ બુડાસણાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતું.

દામજીભાઈના મોટાભાઈ કેશવજીભાઈ બુડાસણાએ જણાવ્યું હતું કે દામજીભાઈ ૧૯૮૫માં બી.એસ.એફ. માં જોડાવાની તક મળતા જ તેમણે માતા-પિતાના આશીર્વાદ મેળવી ૨૦ વર્ષની ઉંમરે લશ્કરમાં ભરતી થયા હતા.ભરતી થયા બાદ સૌપ્રથમ મધ્યપ્રદેશના ટેકનપુરમાં લશ્કરી તાલીમ લીધી હતી અને પહેલું પોસ્ટિંગ કાશ્મીરના બારામુલ્લા ખાતે મળ્યું હતું. બારામુલ્લામાં ત્રણ વર્ષની ફરજ દરમિયાન બરફના પહાડો વચ્ચે ફરજ બજાવી હતી. ત્યાં અવારનવાર આતંકવાદીઓ સાથે ઘર્ષણ થતું હતું. આતંકવાદ સામે લડીને માં ભારતીની રક્ષા કરતા કરતા ત્રણ વર્ષ પૂરા કર્યા. હતા બાદમાં ૧૯૮૮ માં પંજાબમાં ભિખીવિંડમાં થયું. ત્યારે સમગ્ર પંજાબમાં ઉગ્રવાદ ફેલાયેલો હતો. ત્યાં ફરજ બજાવી હતી ત્યારબાદ વાઘાબોર્ડર ખાસ કેમ્પમાં પોસ્ટિંગ થઈ અને ૧૯૯૩ સુધી વાઘા બોર્ડર પર ફરજ બજાવી. પછીથી શ્રીનગરમાં સોપોર, રાજસ્થાનમાં બાડમેર બોર્ડર પર ફરજ બજાવી હતી. ૧૯૯૯ માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધ દરમિયાન ઉત્સાહભેર દેશની સીમા પર ફરજ બજાવી હિન્દુસ્તાનને વિજય અપાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. ત્યાર બાદ ગ્વાલિયર મધ્ય પ્રદેશ ખાતે ફરજ બજાવી હતી. ત્યાંથી પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ ખાતે વર્ષ ૨૦૦૪માં ૨૭ એપ્રિલે ચાલુ ફરજ દરમિયાન બંગાળની પદ્માનદીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ભયંકર તોફાન આવ્યું હતું અને નાવ પલટી મારી ગઈ હતી. નાવમાં સવાર દામજીભાઈ સાથે અન્ય ત્રણ જવાન પણ પાણીમાં તણાઈ ગયા હતા. આમ, દેશની સેવા કાજે માં ભારતીની રક્ષા કરતા કરતા વતન માટે શહીદ થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW