સુરત પોલીસની ટીમ દ્વારા ગયા સપ્તાહે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલને બદનામ કરવા અને રોકડ રૂપિયાની ખંડણી માગવા અંગે નોંધાયેલ ફરિયાદની તપાસ અર્થે મોરબી આવી હતી જેમાં તપાસ કેસનો આરોપી જિનેન્દ્ર શાહ જૂનાગઢ જિલ્લાના નિલેશ નારણ ભાઈ પોશિયા નામની વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કરી મોરબીની જે કે હોટેલ અને મહેશ હોટેલ મા રોકાયો હોવાનું કબૂલ કર્યું હતું તેમજ તેની પૂછ પરછ કરતા આરોપી જીનેન્દ્ર શાહે વિજયસિંહ રાજપૂત નામની વ્યક્તિનું નામ આપતા પોલીસે બંને વિરુદ્ધ પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી.આજે આં કેસમાં પોલીસે આરોપી જીનેન્દ્ર શાહનો સુરત પોલીસ પાસેથી કબજો મેળવી અટકાયત કરી હતી અને આજે આરોપીની વધુ પૂછપરછ કરવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી.

