વિધાનસભા ચુંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને તેના માણસે ૮૦ કરોડ ઉઘરાવ્યા હોવાનો મૂળ રાજકોટના સરધાર ગામના વતની અને હાલમાં ઘર નં.-બી/૪૩ દિપમાલ બંગ્લોઝ ઓલ્ડ કેડીલારોડ, ઘોડાસર, જગદિશ સોસાયટી,હાલ રહે. ઘર નં- સી/૩૧ રાધા સ્વામી રો હાઉસ ચાણકીયપુરી ઘાટલોડીયા, અમદાવાદ ખાતેઅમદાવાદમાં રહેતા જીનેન્દ્ર શાહ નામના શખ્સે આક્ષેપ કર્યા હતા અને તે અંગે ૩૦ ઓગસ્ટ ૨૦૨૨માં વિડીયો બનાવ્યો હતો. તેમજ આ વિડીયો વાયરલ કર્યો હતો આપી ૮ કરોડની ખંડણી માગી હતી આ મામલે સુરતના ભાજપના કાર્યકરે સુરત પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી દરમિયાન સુરત પોલીસે જીનેન્દ્ર શાહને ઝડપી લીધો હતો અને તેના રિમાન્ડ મેળવી અલગ અલગ મુદાને લઇ પૂછપરછ કરી હતી જેમાં આ આરોપી`૧૫ દિવસ દરમિયાન મોરબી શહેરમાં આવેલ જે કે હોટેલ અને મહેશ હોટેલમાં તેના મિત્ર વિજયસિંહ રાજપૂતની મદદથી જુનાગઢ ના નીલેશભાઈ નારણભાઈ પોશીયાનું આધાર કાર્ડ બતાવી જીનેન્દ્ર શાહે પોતાની ઓળખ નીલેશ તરીકે આપીને રોકાયો હોવાનું જણાવ્યું હતું. આરોપી જીનેન્દ્રશાહની કબુલાત આધારે સુરત પોલીસે આ અંગે ઈમેઈલ થકી મોરબી પોલીસને જાણ કરતા આ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે બીજાના આધાર કાર્ડનો પોતાનું જણાવી ખોટી ઓળખ આપવા માટે આરોપી જીનેન્દ્ર શાહ વિરુધ્દ તેમજ તેના મિત્ર વિજયસિંહ રાજપૂત વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

