મોરબી વાવડી રોડ પર આવેલા નાયારા પેટ્રોલ પંપ સામે ગત રવિવારે સાંજના સમયે જીજે 36 યુ 7871 નંબરની માલવાહક રીક્ષાના ચાલકે આગળ જતી જીજે 36 યુ 2168 નંબરની પેસેન્જર રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. અકસ્માતમાં પેસેન્જર રીક્ષા ચાલકને ગંભીર ઈજા થતા યુવકનું મોત નીપજ્યું હતું બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલ હકાભાઇ પરમાર નામના યુવાને જીજે 36 યુ 7871 નંબરની રીક્ષા ચાલક વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

