Sunday, July 7, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ગામમાં જેટીંગ મશીનની ફાળવણી કરાઈ

મોરબીના મહેન્દ્રનગર ગામમાં જેટીંગ મશીનની ફાળવણી કરાઈ

મોરબી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અને મહેન્દ્રનગર બેઠકના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાની ગ્રાન્ટમાંથી તેમના મત વિસ્તાર એવા મહેન્દ્રનગર ગામમાં ભૂગર્ભ ગટરની લાઈન અને કૂંડી સફાઈ નિયમિત થાય અને તેના માટે મેન પાવર અને સમયની બચત થાય તે માટે માટેનું જેટિંગ મશીનની ખરીદી કરવમાં આવી હતી અને આજે તે ગ્રામ પંચાયતને ફાળવવામાં આવ્યું હતું આ જેટીંગ મશીન ફાળવણી માટેના લોકાર્પણ કાર્યક્રમનું મહેન્દ્રનગર ગામ ખાતે આવેલ રામવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી . જાડેજા હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં જાનકીબેન કૈલાના હસ્તે જેટીગ મશીનની ચાવી ગ્રામ પંચાયતના વહીવદારને સોપી હતી અને તેમજ મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કરવેરા યૂઆર (QR) કોડ દ્વારા ભરવા ઓનલાઈન કરવામાં આવી જેની માહિતી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી . જાડેજા દ્વારા આપવામાં આવી તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા , ભાજપ અગ્રણી જિજ્ઞેશભાઈ કૈલા , તાલુકા વિકાસ અધિકારી દિપાબેન કોટક , તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન શેરસિયા અને રસીલાબેન સીપર , મહેન્દ્રનગર ગ્રામ પંચાયત વહીવટદાર અતુલભાઈ ચાવડા તથા તલાટી મંત્રી નિલેશ દેસાઈ તથા માજી સરપંચ રાજાભાઈ પરમાર તથા ગંગારામભાઈ ધોરિયાણી , જયંતીભાઈ શેરસીયા,રાજેશભાઈ સેરશિયા ,મનસુખભાઈ અદ્રોજા વગેરે ગામ અગ્રણીઓ તેમજ બહોળી સંખિયામાં ગામજનો હાજર રહ્યા હતા

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW