HomeGujaratમોરબીની સિરામિક ફેકટરીના ભાગીદાર અને એકાઉન્ટની કરોડોની કરચોરી કેસમાં SGSTએ કરી ધરપકડ

મોરબીની સિરામિક ફેકટરીના ભાગીદાર અને એકાઉન્ટની કરોડોની કરચોરી કેસમાં SGSTએ કરી ધરપકડ

મોરબીમાં અલગ અલગ સિરામિકમાં અવાર નવાર અન્ડર બિલીંગ અને કબુતરબાજીને લઇ જીએસટી દ્વારા અવાર નવાર ચેકિંગ કરવામાં આવતું હોય છે અને સમયાંતરે કરોડોની કર ચોરી પકડી પાડવામાં આવતી હોય છે બાદમાં ઉધોગકારને પેનલ્ટી સહિતની રકમ ભરી કેસ નિકાલ કરવામાં આવતા હોય છે જોકે તાજેતરમાં મોરબીના જાણીતા લેક્સસ ગ્રુપના લેક્સેસ ગ્રેનીટો નામની ફેકટરીમાં એસ જી એસટી દરોડો કરવામાં આવ્યો હતોં અને સતત ત્રણ દિવસ સુધી સતત ચેકિંગ હાથ ધર્યું હતું અને 2021થી થયેલા આર્થીક વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં 14.66 કરોડ જેટલી રકમની ટેક્સ ચોરી સામે આવી હતી

આ ટેક્સ ચોરી સામે આવ્યા બાદ એસજીએસટી દ્વારા આજે લેક્સસ ગ્રેનીટો સિરામિકના બે ભાગીદાર હિતેશ બાબુભાઈ દેત્રોજા અને અનીલ બાબુભાઈ દેત્રોજા તેમજ કંપનીના એકાઉન્ટન્ટ રાજેશભાઈ રણછોડભાઈ દેત્રોજાએમ ત્રણેયની ધરપકડ કરી હતી બાદમાં આજે ત્રણેયને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા

આરોપીઓની ધરપકડ પૂર્વે એસ જી એસટી દ્વારા ત્રણ દિવસ સુધી ચેકિંગ કર્યું હતું અને આરોપીઓ પાસેથી લેપટોપ,પેન ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ કબજે કરવામાં આવ્યા હતા જે આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW