મોરબીના રવાપર રોડ આવેલા સુભાસનગરમાં રહેતા મૂળ લજાઈના વતની જતીનભાઈ રામજીભાઈ વામજા નામના યુવાને ગત તા 11ના રાત્રે 8 વાગ્યાની આસપાસ કારણ વિના તેની લાયસન્સવાળી પિસ્તોલથી હવામાં ફાયરીંગ કરી ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ જાડેજાએ ફાયરીંગ કરનાર જતીન વામજા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ તેમજ આઈપીસી કલમ 336 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

