HomeGujaratમોરબીમાં દુકાન સામે વાહન પાર્કિગ મુદે મારામારી ત્રણ શખ્સ સામે ફરિયાદ

મોરબીમાં દુકાન સામે વાહન પાર્કિગ મુદે મારામારી ત્રણ શખ્સ સામે ફરિયાદ

મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે આવેલ ફૂટ પાથ પર પાર્કિંગ મુદે મોબાઈલના એક વેપારી સાથે 4 શખ્સે પહેલા બોલાચાલી કરી હતી જે બાદ વાત વધુ વણસી હતી અને સામાન્ય બોલાચાલી મારામારી સુધી પહોચી ગઈ હતી ચારેય શખ્સે મોબાઈલ દુકાનના વેપારીને જાહેરમાં મારમારતા યુવાને તેમના વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ પર આવેલા સ્કાય મોલની બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષમાં નીકું મોબાઈલ નામની દુકાન ધરાવતા નરેન્દ્ર ઉર્ફે નીકું પ્રભુલાલ અઘેરા નામના વેપારીને તેની પડોશમાં જવેલર્સ દુકાન ધરાવતા વેપારી અશોકભાઈ તેમજ ઓમ પેઈન્ટનામની દુકાન ધરાવતા ધર્મેન્દ્ર ભાઈ રાણીપા એ પાર્કિંગ મુદે થતી સમસ્યાની વાત કરવા બોલાવ્યા હતા જેથી નરેન્દ્રભાઈ ત્યાં ગયા હતા. ત્રણેય વેપારી દ્વારા સ્કાય મોલના મેનેજરને આ અંગે વાતચીત કરતા તેઓએ આ બાબતે સિક્યુરીટી ઇન્ચાર્જ સાથે વાત કરવાનું કહેતા નરેન્દ્રભાઈ અને બીજા વેપારી મેનેજર સાથે ફોન પર વાતચીત કરતા હતા તે દરમિયાન દિનેશ રબારી,દિલીપ રબારી અને સંજય રબારી તેમજ અન્ય એક અજાણ્યા માણસ આવી પહોચ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરી હતી . આ બોલાચાલી ઉગ્ર બની જતા ચારેય શખ્સોએ તેના પર હુમલો કરી દીધો હતો અને મારમાર્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW