HomeGujaratમોરબીના એક શખ્સે વિડિયો બનાવી યુવતીને ગાળો આપી ધમકી આપ્યાની રાવ

મોરબીના એક શખ્સે વિડિયો બનાવી યુવતીને ગાળો આપી ધમકી આપ્યાની રાવ

મોરબીમાં રહેતી અને ભાઈ સાથે ટાઈલ્સના વ્યવસાય સાથે જોડાયેલી યુવતી વિભૂતીબેન હિતેન્દ્રભાઈ સીતાપરાએ રાણીબા હુલામણું નામ હોય અને તેમના વ્યવસાય રાણીબા ઇન્ડસ્ટ્રીઝથી હોય આ યુવતીને મોરબીના સામાકાઠા વિસ્તારમાં રહેતા કૌશિકસિંહ ઉર્ફે બબુભા મીઠુભા જાડેજા નામના શખ્સે ધમકી આપતો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. અને અભદ્ર રીતે ગાળો બોલી ધાક ધમકી આપી હોવાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી વિભૂતિ બેને નોધાવેલી ફરિયાદ મુજબ ગત 5 જુલાઈના રોજ તેમની ઓફિસમાં હતા તે દરમિયાન તેમના મામાના દીકરાએ ફોનમાં જણાવેલ તેમના વિશે સોશ્યલ મીડિયામાં એક વિડીયો કલીપ ફરે છે જે વિડીયો કલીપ મેળવી તેને તપાસ કરતા કૌશિકસિહ જાડેજા જણાવી તેમના પર ખોટા ગંભીર આક્ષેપ મુક્યો હતો તો બીજા દિવસે પણ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં આ શખ્સ દ્વારા તેમના વિશે અભદ્ર વાતો કરી ધાક ધમકી આપતો વિડીયો સામે આવ્યો હતો કોઈ પણ સ્ત્રી માટે ન બોલાય એવા ગંભીર આક્ષેપો આરોપી દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવ્યા બાદ આ ફરિયાદ નોધાવવામાં આવી હતી.બનાવ અંગે એ ડીવીઝન પોલીસે કૌશિકસિંહ વિરુધ્દ આઈપીસી 504-506 અને 509 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW