HomeGujaratમોરબીમાં નોકરી માટે આવેલ ઓરિસ્સાના યુવકને ૩ શખ્સે ઢોરમાર મારી પતાવી દીધો

મોરબીમાં નોકરી માટે આવેલ ઓરિસ્સાના યુવકને ૩ શખ્સે ઢોરમાર મારી પતાવી દીધો

ઓરિસ્સાનો વતની ટીક્કીસિંગ ચૈતન્યસિંગ નામના યુવાન મોરબીમાં નોકરીની શોધમાં આવ્યો હતો. અને ગત તા8 ના રોજ બીસ્કોન સિરામીક નામની ફેક્ટરીમાં અંદર જવા માગતો હતો પરંતુ ગેટ પર સિક્યુરીટી ગાર્ડ મહેશભાઈ વાસુનીયા સાથે બોલાચાલી થઇ હતી અને આ વાત ઉગ્ર બનતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપી મહેશ વસુનીયાએ આરોપી રાજેન્દ્ર ગુર્જર તથા તેની સાથે કામ કરતા ઇરફાન કુરેશીને બોલાવેલ હતા અને તેની સાથે ઝઘડો કરી તેને માર મારવા લાગ્યા હતા. યુવકને ગંભીર ઈજા પહોચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં બાદ રાજકોટ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી ઢોર માર મારવાથી તેનું મોત થયા હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે મૃતકના મિત્રે તાલુકા પોલીસ મથકમાં મહેશ વસુનીયા, રાજેન્દ્ર ગુર્જર, ઇરફાન કુરેશીનેફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW