HomeGujaratમોરબીમાં ફરી એકવાર સિરામીક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસમાં ૧૨.૫ટકા ઇમ્પોર્ટ...

મોરબીમાં ફરી એકવાર સિરામીક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસમાં ૧૨.૫ટકા ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો 

છાશ વારે ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસ કંપની ઓની મનમાની મોરબીના સિરામિક ઉદ્યોગની કમર તોડવાની સ્પર્ધા કરી રહ્યા હોય તેમ એક પછી એક ઉદ્યોગને અવાર નવાર ડામ દેતા રહે છે ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસના ભાવમાં વધારો વધુ અને ઘટાડો ઓછો જોવા મળતો હતો ત્યારે હવે આ બન્ને સ્પર્ધામાં જાણે સરકાર પણ જોડાઈ હોય તેમ રાતોરાત ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો દેવાયો છે સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટીમાં એક બે ટકા નહિ પણ સીધો 12.5 ટકા નો કમ્મર તોડ વધારો ઝીંકી દેતા ઉદ્યોગને એક સાથે મોટો ફટકો પડશે. આજ દિન સુધી ઉદ્યોગને પ્રોપેન ગેસ મળતો હતો તે ગુજરાત ગેસ કરતા ખુબ ઓછા ભાવે મળી રહ્યો હતો જોકે સરકાર દ્વારા પ્રોપેન ગેસમાં કરેલા વધારાથી હવે ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસ ના ભાવ એક સરખા થઈ ગયા છે.આજ દિન સુધી પ્રોપેન ગેસ અને ગુજરાત ગેસ વચ્ચે ચાલતી સ્પર્ધાનો લાભ ઉદ્યોગને મળતો હતો પરંતુ હવે તે લાભ મળતા બંધ થતાં લાખો રૂપિયાનો બોજો વધશે.

હાલમાં ગુજરાત ગેસનો નેચરલ ગેસ 41 રૂપિયાના ભાવે મળે છે. જેની સામે ઉંચા બર્નિંગ પોઇન્ટવાળો એલપીજી અને પ્રોપેન ગેસની ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકા  થવાથી 49.50ના ભાવે પહોંચી જતા મોરબીના સિરામિક ઉદ્યોગને એક માત્ર સસ્તા ઇંધણનો વિકલ્પ બંધ થઈ જતા હવે ફરજિયાત પણ નેચરલ ગેસ વપરાશ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

 મોરબી સીરામીક ઉઘોગમા વપરાતા પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમા ઈમ્પોર્ટ ડ્યુટી 2.5 ટકા હતી જેમા 1 જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા ઈમ્પોર્ટ ડ્યુટીમા 12.50 ટકાનો વધારો કરી 15 ટકા કરતા સીરામીક ઉઘોગ ઉપર માઠી અસર પડી છે.તેમ મોરબી સિરામીક મેન્યુરેંચરીંગ એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW