HomeGujaratમોરબીનો ઘોડાધ્રોઈ ડેમ ઓવર ફલો થવાની તૈયારીમાં 9 ગામ એલર્ટ કર્યા

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ ઓવર ફલો થવાની તૈયારીમાં 9 ગામ એલર્ટ કર્યા

મોરબી જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના તમામ નાના મોટા ડેમમાં પાણી ની આવક થઇ છે ગત બુધવારે થયેલા વરસાદથી મોરબીના મચ્છુ ૩ ડેમમાં ૧૬૭૮ કયુસેક જેટલા પાણીની આવક થતા ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવા પડ્યા હતા આ સિવાય જિલ્લાના ઘોડાધ્રોઈ ડેમમાં પણ આવક થઇ હતી જેના કારણે 90 ટકાથી વધુ ભરાઈ ગયો હતો હાલ ડેમમાં 243 એમસીએફટી કુલ સંગ્રહ ક્ષમતા સામે 207 એમસીએફટી કરતા પણ વધુ માત્રમાં ભરાઈ ગયો છે અને હજુ પણ ડેમમાં ૩૨૯ કયુસેક પાણીની આવક ચાલુ હોય જેના કારણે ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત ઉભી થઈ શકે છે જેથી મોનીટરીંગ ઓફિસર ફ્લડ સેલ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડેમના દરવાજા ખોલવાની સ્થિતિને ધ્યાને લઇ મોરબીના ચકમપર ઝીકીયાળી જીવાપર જેતપર ઉપરાંત માળિયાના સુલતાનપર, માણાબા ચીખલી અનેરાપર તેમજ શાપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે આ ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW