HomeGujaratમેરુપર પે સેન્ટર શાળામા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો..

મેરુપર પે સેન્ટર શાળામા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો..

સરકારની કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની મેરુપર પે સેન્ટર શાળામા શાનદાર ઉજવણી કરવામા આવી..તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની પ્રેરક ઉપસ્થિતિમાં બાલવાટિકાના ૨૧ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧ ના ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામા આવ્યો.ગત વર્ષ ૨૦૨૨ /૨૩ ના ધોરણ ૧ થી ૮ મા પ્રથમ , દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા.. N.M.M.E પરીક્ષામા મેરિટમા સ્થાન પામનાર ૬ વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદ થયેલ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તો પ્રવેશ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કિટ આપનાર અને શિલ્ડના દાતા નટુભાઈ છનારિયા તથા શાળા વિકાસમા સહયોગ આપનાર દાતાઓનુ તાલુકા વિકાસ અધિકારીના હસ્તે સન્માન કરાયું હતું.
ગત વર્ષ શાળામા શ્રેષ્ઠ વર્તુણૂક ધરાવનાર હરદેવ અને સ્નેહાને “Friend of all ” થી સન્માનિત કરવામા આવેલ તો ગત વર્ષમા સૌથી હાજરી ધરાવનાર વિદ્યાર્થીની સંજના ખેર અને તેના વાલી ગજેન્દ્રસિંહનું વિશેષ સન્માન કરવામા આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી દ્વારા નવ નિયુક્ત એસ.એમ.સી સભ્યોને બુક આપી શાળા વિકાસમા અગ્રેસર રહેવા અનુરોધ કરી આવકારવામાં આવેલ અને એસ.એમ.સી સાથે બેઠક યોજી શૈક્ષણિક પરામર્શ કર્યો હતો

તાલુકા વિકાસ અધિકારીએ શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક કામગીરીને બિરદાવી પ્રેરણાત્મક વકતવ્ય પણ આપ્યું હતું શાળાની વિદ્યાર્થીની હિના સારલા દ્વારા વૃક્ષ બચાવો પર પ્રેરક વકતવ્ય આપી બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો.શાળા કેમ્પસમા તાલુકા વિકાસ અધિકારી દ્વારા વૃછારોપણ કરવામા આવેલ.કાર્યક્રમમા સરપંચ રાજુભાઈ ખેર , ઉપ સરપંચ વિરમભાઈ ખેર , સી.આર.સી પ્રવિણસિંહ ચૌહાણ , એસ.એમ.સી સભ્યો અને ગ્રામ આગેવાનો તથા વાલીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW