માળિયા મિયાણા શહેરની મુખ્ય બજારમાં આવેલા અંબિકા જ્વેલર્સ શોપ નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના તાડા તોડી દુકાનમાં રાખેલા રું૪૫ હજારની કિંમતના૨ કિલો ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે વેપારીની ફરિયાદ આધારે ૪ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.આખી ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ હતી
ધ્રાંગધ્રા માં રહેતા અને માળિયામાં જ્વેલર્સ શોપ ધરાવતા નિલેશભાઈ ચંદ્રકાંતભાઇ રાણપરા નામના વેપારી તેની માળિયા મિયાણા શહેરમાં પોલીસ સ્ટેશન પાછળ ના ભાગે અને મુખ્ય બજારમાં આવેલા અંબિકા જ્વેલરી નામની શોપ મંગળવારે રાબેતા મુજબ બંધ કરીને તેના ઘરે ગયા હતા દરમિયાન મોડી રાત્રે ૨ વાગ્યાની આસપાસ ચાર જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના શટર તોડી પ્રવેશ કર્યો હતો અને દુકાનની ડિસ્પ્લેમાં રાખેલી ચાંદીના દાગીના પર હાથ ફેરો કર્યો હતો અને રૂ 45 હજારની કિમતના ૨ કિલો જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આં અંગે સવારે પાડોશી દ્વારા તેમને ફોન કરી તેના દુકાનના શટર ખુલ્લું હોવા અને માલસામાનના વેર વિખેર હોવાનું જણાવતા તેઓ તુરત દુકાનના લાગેલા સીસીટીવી ની તપાસ કરી હતી જેમાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી. બનાવ અંગે નિલેશ ભાઈ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચાર શખસો વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

