HomeGujaratમોરબી જિલ્લામાં સ્ટેશનરી પાઠ્ય પુસ્તકોના ભાવમાં ૧૫ ટકા જ્યારે સ્ટેશનરીમાં ૨૦ ટકા...

મોરબી જિલ્લામાં સ્ટેશનરી પાઠ્ય પુસ્તકોના ભાવમાં ૧૫ ટકા જ્યારે સ્ટેશનરીમાં ૨૦ ટકા સુધીનો વધારો

ખાનગી શાળામાં રેગ્યુલર યુનિફોર્મ સાથે સ્પોર્ટસ યુનિફોર્મનું કલ્ચર શરૂ કરતાં વાલીઓને બેવડો માર

દિન પ્રતિદિન વધી રહેલા શાળા કોલેજ ની ફી, સ્ટેશનરી, યુનિફોર્મ બુટ મોજા શહીતના અન્ય નાના મોટા ખર્ચમાં થઈ રહેલો વધારો વાલીઓ પર આર્થીક બોજો વધી રહ્યો છે ત્યારે આ મોંઘવારીના સમયમાં વાલીઓ માટે જ્યારે રોજિંદા ખર્ચ પર કાપ મૂકી બાળકોના શિક્ષણ તરફ ખર્ચ કરવો પડી રહ્યો છે.

ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું શરૂઆતના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડા અને વરસાદી માહોલના કારણે શાળા બંધ રહ્યાં બાદ સોમવારથી શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થવા લાગ્યું છે. એક તરફ શિક્ષણ કાર્ય શરૂ થયું ને બીજી તરફ બાળકોની ડિમાન્ડ સામે આવવા લાગી છે શાળા માંથી હવે પુસ્તકો સ્ટેશનરી સ્કુલ બેગ તેમજ યુનિફોર્મ બુટ મોજા સહિતના અલગ અલગ ચીજ વસ્તુઓ ખરીદવા સુચના આવવા લાગી છે જેના કારણે બજારમાં છેલ્લા એક સપ્તાહમાં પુસ્તકો , સ્ટેશનરી ની યુંનિફોર્મ સ્કુલ બેગ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે વાલીઓની દોડધામ ચાલી રહીં છે.ચાલુ વર્ષે. એક તરફ અલગ અલગ શાળા ઓએ ફી વધારા ઝીંકી દીધા છે તો બીજી તરફ વાલીઓને સ્ટેશનરી , બેગ અને યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો સામે આવતા વાલીઓને બેવડા માર લાગી રહ્યો છે.

ચાલું વર્ષે ૬ વર્ષથી લઇ ૧૪ વર્ષના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનો યુનિફોર્મ ૮૦૦થી લઇ૧૨૦૦ સુધીમાં મળે છે.મોટી ઉંમરના છાત્રોને ૧૫૦૦થી૧૭૦૦ સુધીના યુનિફોર્મ મળી રહ્યા છે. મોરબી જિલ્લાની મોટા ભાગની શાળાઓ રેગ્યુલર પેન્ટ શર્ટ ટાઈ સાથે સાથે સ્પોર્ટ્સ યુનિફોર્મ નું કલ્ચર વધ્યું છે જેના કારણે વાલીઓને બે બે યુનિફોર્મ બે બુટ મોજા એમ બે પ્રકારના યુનિફોર્મ ખર્ચ થઈ રહ્યા છે.

પુસ્તકો અને સ્ટશનરીના ભાવમાં૨૦ ટકા સુધીનો વધારો

મોરબી જિલ્લામાં શાળા શરૂ થતાની સાથે શાળાઓએ વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા સુચના આપી દીધી કેટલીક શાળાઓએ શાળામાં પુસ્તકો ઉપલબ્ધ હોય ત્યાંથી. ખરીદવા જણાવ્યુ છે તો કેટલીક શાળાઓએ વહેલી તકે ખરીદવા સુચના આપી હતી જેના કારણે વાલીઓએ ખરીદી કરવા આવી રહ્યા છે ચાલુ વર્ષે પાઠ્ય પુસ્તકો માં ૧૫ ટકા સુધીનો જ્યારે સ્વાધ્યાય પોથી ,નોટબુક પેન્સિલ રબર, લાંચ બોક્સ વોટર બોટલ સહિતની વસ્તુમાં આ વર્ષે ૨૦ ટકા સુધીનો વધારો આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW