HomeGujaratમોરબીની માધાપરવાડી શાળામાં યોગાસનની સાથે વિવિધ સ્પર્ધા યોજી યોગ દિન ઉજવાયો

મોરબીની માધાપરવાડી શાળામાં યોગાસનની સાથે વિવિધ સ્પર્ધા યોજી યોગ દિન ઉજવાયો

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગ દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની શાળાઓ,મહાશાળાઓમાં કરવામાં આવ્યા,યોગ પાસે મનુષ્ય માટે સંપૂર્ણ સઁદેશ છે યોગ પાસે માનવ શરીર, મન અને માનવ આત્મા માટે સંદેશ છે,એવા ભાવ સાથે એ સૂત્રને સાર્થક કરવા માટે મોરબી જિલ્લામાં PMSHRI યોજના માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળામાં વિશ્વ યોગદિનની ઉજવણીના ભાગરૂપે સવારમાં ધો.બાલવાટિકા થી ધો. 5 ની વિદ્યાર્થીનીઓએ યોગ પ્રાણાયામનું આયોજન કરાયું હતું તો બપોર પાળીમાં ધો.6 થી 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માટે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા પ્લેકાર્ડ બનાવવા વગેરે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધો.6 થી 8 ની 150 જેટલી બાળાઓએ હોંશભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર સ્પર્ધા સફળ બનાવવામાં દિનેશભાઈ હિરજીભાઈ સાવરિયા,જયેશભાઈ અગ્રાવત,ચાંદનીબેન સાંણજા,નિલમબેન ચૌહાણ વગેરે શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી,યોગ દિવસની વિવિધતા સભર ઉજવણી કરવા બદલ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા અને એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે શાળા પરિવારને અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW