મોરબીના ભંગારના લે વેચાણનો વ્યવસાય કરતા ત્રણ વેપારીઓ દ્વારા અલગ અલગ ત્રણ વેપારી પેઢીના નામે રદ થયેલ ઈનપુટ ક્રેડીટ નો ઇન્કમ ટેક્સ રીટર્નમાં ક્રેડીટનો દાવો કરી નાણકીય વર્ષ 2006-07.2007-08 એમ બે વર્ષ દરમિયાન ખોટા હિસાબો રજુ કરી ઈનપુટ ક્રેડીટ મેળવી સરકારમાં ભરવાની થતી રકમ ન ભરપાઈ કરી રૂ 4.28 કરોડ જેટલી રકમની સરકારી તિજોરીમાં જમા ન કરાવી છેતરપીંડી કરવા અંગેની ફરિયાદ નોધાઇ હતી આ અંગે જીએસટી વિભાગના અધિકારીઓએ ત્રણેય વેપારી વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં તેમજ તાલુકા પોલીસમથકમાં ફરિયાદ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીમાં રાજ્ય વેરા કમિશ્નર કચેરીના સ્મિત જયેન્દ્ર પટેલ એ ડીવીઝન પોલીસ મથકમાં વિશાલ એન્ટરપ્રાઈઝના માલિક રફીક રજાક માંડવીયા અને અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઈ રજાકભાઈ માંડવીયાએ વર્ષ 2006-07માં ખોટા રીર્ટન ભરી ખોટી ઈનપુટ ક્રેડીટ મેળવી છેતરપીંડી કરી હતી અને વેપારીઓએ રૂ 1,77,87,900 રૂપિયા તેમ 18 ટકા વ્યાજ સાથે નહી ભરી રદ થયેલ પેઢીના નામે ટેક્સ ક્રેડીટ મેળવી છેતરપીંડી કરી હતી
બીજી એક ફરિયાદ રફાળેશ્વર નજીક આવેલ એલોય નામની પેઢીમાં આજ વેપારીઓ રફીક રજાક માંડવીયા, ગફારભાઈ રજાકભાઈ માંડવીયા અને તૌફીક રજાકભાઈ માંડવીયાએ 2006-07 2007-08 અને 2008 -09માં કુલ 1,43,84,404 રૂપિયા તેમ 18 ટકા વ્યાજ સાથે રદ થયેલ પેઢીના નામે ખોટી ઈનપુટ ક્રેડીટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કર હોવાની સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરીના અધિકારી પુજાબેન ચંદુભાઈ વૈશ્વનાણીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

