HomeGujaratમોરબીમાં યુવતી આત્મહત્યા કરે તે પહેલા ૧૮૧ની ટીમ પહોંચી જીવ બચાવ્યો

મોરબીમાં યુવતી આત્મહત્યા કરે તે પહેલા ૧૮૧ની ટીમ પહોંચી જીવ બચાવ્યો

ગત તા..૧૨ના રોજ વહેલી સવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોઈ વ્યક્તિ દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી હતી કે મોરબીના જુના બસ સ્ટેશન એક અજાણી યુવતી બેઠી હોય અને આત્મહત્યા કરવા જવાનું કહી રહી છે. ફોન કરનારે જણાવ્યુ કે તેમને બચાવીને બેસાડી રાખેલ છે.પરંતુ હજુ પણ મરી જવાનું કહે છે.તેથી તે યુવતીને ૧૮૧ ટીમની મદદ ની જરૂર છે જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર ભુવા જાગૃતિબેન મહિલા કોન્સ્ટેબલ પરમાર જ્યોત્સનાબેન તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતાં સગીરાને ત્યાંનાં લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં યુવતી સાથે ૧૮૧ ની ટીમે વાતચીત કરતા કાઉન્સેલિગ દરમિયાન મારે મરી જવું છે વારંવાર એક જ શબ્દ બોલતા હતા ૧૮૧ ની ટીમ દ્વારા શાંતિપૂર્વ વાતચીત કરી આશ્વાશન આપી વિશ્વાસ આપવામાં આવ્યો હતો.

ત્યારબાદ આપઘાતના પ્રયાસ અંગે પુછતા પીડિતા એ જણાવ્યું કે તેને એક પુરુષ સાથે પ્રેમ સંબંધ છે તેમજ એ પુરુષ સાથે લગ્ન કરવા હોય અને તેમના માતાપિતા લગ્નની ના પાડતા હોય તેથી સગીરા છેલ્લા કેટલાક દિવસથી ઘરે લગ્નની જીદ કરતી હતી પરંતુ સગીરાના માતા પિતા લગ્ન કરવવા તૈયાર ન હોય.એથી સગીરાને મનમાં લાગી આવતા તેમને આત્મહત્યા કરવાનો વિચાર કરી ઘરમાંથી મધ્ય રાત્રીના સમયે નીકળી ગયેલ અને મોરબી જુના બસસ્ટેશન પહોંચેલા.૧૮૧ ટીમે સગીરાને આત્મહત્યાનું પગલું નહીં ભરવા બાબતે સમજાવેલ અને તેમના ભાઈને ફોન કરીને બોલાવેલ તેમના ભાઈ ને સમજાવેલ કે સગીરા આગળ દિવસમાં કોઈ પગલું ન ભરે તેનું ધ્યાન રાખવાનું જણાવેલ.સગીરાને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ અને જરુર પડે તો ૧૮૧ નો સંપર્ક કરવાનું કહેલ અને સગીરાને કુશળ કાઉન્સિલિંગ દ્વારા ક્યાંરેય આત્મહત્યા ન કરવા બાબતે લાંબી સમજાવટ આપેલ આમ સગીરા એ આત્મહત્યા નો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી-ખુશીથી તેના પરિવાર સાથે જવાનું કહેલ. સગીરાના ભાઈ અને તેમના કાકી એ ૧૮૧ ની ટીમનો આભાર માન્યો હતો.આમ ૧૮૧ ટીમે સહી સલામત સગીરાને તેમના પરિવાર ને સોંપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW