ઓડીસા રાજ્યના બાલાસોર નજીક શક્રવારે સાંજે 7 વાગે રેલ્વેના ઈતિહાસની અતિ કરુણ ઘટના સર્જાઈ હતી જેમાં મૃત્યુ આંક 280 જેટલો સર્જાયો છે તો 900થી વધુ લોકો હજુ ઘાયલ હોવાનું સામે આવ્યું છે આ ગમખ્વાર ટ્રેન અક્સમાતની મળતી માહિતી મુજબ ઓડીસાના બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પાસે શુક્રવારે સાંજે કોલકતા ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ યશવંત -હાવડા એક્સપ્રેસ ટ્રેન ટ્રેકપરથી ઉતરી ગઈ હતી આ બાદમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી આમ બે એક્સપ્રેસ ટ્રેન અને એક માલગાડી એમ ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત થયયો હોવાનું રેલ્વે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે
Distressed by the train accident in Odisha. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Spoke to Railway Minister @AshwiniVaishnaw and took stock of the situation. Rescue ops are underway at the site of the mishap and all…
— Narendra Modi (@narendramodi) June 2, 2023
આ ગમખ્વાર અક્સમાતની જાણ થતા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ઘટનાની જાણ થતા સાથે પીએમ દમોદી સતટ રેલ્વે વિભાગ અને ઓડીસા સરકારના સંપર્કમાં રહી સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી તો PM મોદી ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગયા હતા . આ સાથે તેમણે સોશ્સયલ મીડિયામાં આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોમાં આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી તેમજ મૃતક ના પરિવારને તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી.આ ઉપરાંત ઓડીસાના મુખ્ય મંત્રી નવીન પટનાયક, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્ઝી દ્વારા દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું
આ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્હ્લાદમીર પુતિન દ્વારા આ દુર્ઘટનાને લઇ પોતાનું દુ :ખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના ઓડિશા રાજ્યમાં જીવલેણ ટ્રેન અથડામણ અંગે શોક વ્યક્ત કર્યો: “અમે આ દુ:ખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના દુઃખમાં સહભાગી છીએ અને ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ,”
આ ઉપરાંત યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ને પણ અ દુર્હુંઘટના મામલે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. ભારતના લોકો દુ:ખના આ સમયમાં અમારા વિચારોમાં છે. યુરોપ તમારી સાથે શોક કરે છે:
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બહાનગા બજાર સ્ટેશન પાસે આઉટર લાઇન પર એક માલગાડી ઉભી હતી. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અહીં પાટા પરથી ઉતરી ગઈ હતી. હાઈસ્પીડ કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી સાથે અથડાયું હતું. ટ્રેનના ડબ્બા ત્રીજા ટ્રેક પર પડ્યા હતા. ત્યારે આ ટ્રેક પર વધુ ઝડપે આવી રહેલી હાવડા-બેંગલુરુ દુરંતો કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બાએ ટક્કર મારી દીધી હતી.
- અકસ્માતમાં બચી ગયેલા 1000 મુસાફરોને વિશ્વેશ્વરૈયા-હાવડા એક્સપ્રેસ દ્વારા હાવડા તરફ રવાના કરવામાં આવ્યા છે.
- બાલાસોરથી આવતી એક વિશેષ ટ્રેને 200 ફસાયેલા મુસાફરોને ખોરાક અને રાહત સામગ્રી સાથે સ્થળ પર મોકલ્યા હતા.
- NDRFની ત્રણ ટીમો અને 20થી વધુ ફાયર સર્વિસ અને રેસ્ક્યુ ટીમો બચાવ કાર્ય માટે તૈનાત છે. 1200 બચાવ કર્મચારીઓ હાજર છે.
- ભુવનેશ્વરમાં અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે 115 એમ્બ્યુલન્સ, 50 બસો અને 45 મોબાઈલ હેલ્થ યુનિટ તૈનાત કરવામાં આવ્યા છે.
- NDRF, રાજ્ય સરકારની ટીમ અને એરફોર્સના હેલિકોપ્ટર બચાવ માટે પહોંચી ગયા છે. ભુવનેશ્વર અને કોલકાતાથી બચાવ ટીમો મોકલવામાં આવી છે.
- બચાવ કાર્ય માટે આર્મીના ઈસ્ટર્ન કમાન્ડ તરફથી એમ્બ્યુલન્સ અને તબીબી સહાય સાથે મેડિકલ અને એન્જિનિયરિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે.
- ઘાયલોની મદદ માટે 2000થી વધુ લોકો આખી રાત બાલાસોર મેડિકલ કોલેજની બહાર ઊભા રહ્યા. અનેક લોકોએ રક્તદાન પણ કર્યું હતું.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભુવનેશ્વર AIIMSમાં ઘાયલો માટે પર્યાપ્ત બેડ અને ICU સહિતની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.
- અત્યાર સુધીમાં 48 ટ્રેનો રદ કરવામાં આવી છે, 39 ડાયવર્ટ કરવામાં આવી છે અને 10 ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. રેલવે બોર્ડના ડાયરેક્ટર અમિતાભ શર્માએ આ જાણકારી આપી.
- દુર્ઘટનાને પગલે શનિવારે ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદઘાટન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.