મોરબીની સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર નીલેશ પટેલના પુત્ર રાજ પટેલે માર્ચ 2023માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જેનું આજે પરિણામ જાહેર થયું હતું રાજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.77 પીઆર અને 91 ટકા સાથે ઉતીર્ણ થયો તો એસ પી સીસી વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા
નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા રાજે ઉત્કૃસ્ટ પરિણામ મેળવતા પરિવારમાં તેમજ શાળામાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. રાજની આ સિધ્ધી બદલ પરિવાર જનોને સગા સબંધી મિત્ર વર્તુળ અને પરિચિતો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

