આઇપીએલ ટુર્નામેન્ટના પ્લે ઓફ મેચના છેલ્લા 4 મેચના સ્કોર બોર્ડ પર દર્શકોને એક નવી ઈમોજી જોવા મળતી હતી જેમાં દરેક ઓવર દરમિયાન બેટ્સમેન બોલ ખાલી કાઢે એટલે કે તે બોલ પર જો રન ન આવે તો તે બોલમાં એક વૃક્ષની ઈમોજી દેખાતી હતી આ રીતે દરેક ખાલી બોલ પર વૃક્ષની ઈમોજી નજરે પડતા દર્શકોમાં પણ અચરજ પામ્યા હતા. જોકે હવે આ વૃક્ષની ઈમોજી શા માટે દેખાઈ રહી છે તેનો ભેદ ખુલી ગયો છે
આઇપીએલ ટુર્નામેન્ટમાં BCCI દ્વારા એક ગ્રીન પહેલ કરવામાં આવી છે. જેમાં પ્લે ઓફના મેચ તેમજ ફાઈનલ મેચમાં દરેક ઇનિંગમાં જેટલા બેટ્સમેન જેટલા દડા પર રન ન લઇ શકે એટેલે કે ઓવર દરમિયાન જેટલા ડોટ બોલ જાય તે એક ડોટ દીથી BCCI દ્વારા 500 વૃક્ષનું વાવેતર કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે આ જાહેરાત મુજબ જોઈએ તો છેલ્લા 3 પ્લે ઓફ મેચમાં ખાલી ગયેલા દડા દીઠ વૃક્ષની સંખ્યા 1 લાખને પાર થઇ ગઈ છે.
BCCIની આ પહેલમાં ચાર પ્લે ઓફના મેચમાં પ્રતિ ડોટ બોલ 500 વૃક્ષ વાવવાનું આયોજન કરાયું છે અને તેના માટે ટાટા ગ્રુપ સાથે પાર્ટનર શીપ કરી છે આ પહેલની જાહેરાત BCCI દ્વારા ચેન્નઈ સુપર કિંગ અને ગુજરાત ટાઈટન વચ્ચે રમાયેલ મેચથી શરુ કરી છે આ ક્વોલીફાયર -1 માં 84 ડોટ બોલ પડ્યા હતા એટલે કે આ મેચમાં 42000 જેટલા વૃક્ષ જયારે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે રમાયેલ એલીમીનેટર મેચમાં 101 ડોટ બોલ ગયા હતા આ મેચ પૂર્ણ થતા તેની સંખ્યા 48000 પહોચી હતી તો ગઈ કાલે રમાયેલ મુંબઈ ઇન્ડિયન અને ગુજરાત ટાઈટન વચ્ચે ના ક્વોલીફાયર-2 મેચમાં 68 બોલ ડોટ બોલ થતા આ મેચમાં વૃક્ષની સંખ્યા 34 હજાર વૃક્ષ થઇ છે હજુ આ ટુર્નામેન્ટનો ફાયનલ મેચ બાકી છે તે પહેલા વૃક્ષની સંખ્યા 1,34 000 થઇ છે.