HomeGujaratમોરબીમાં IIFL ફાયનાન્સ કંપનીની દાદાગીરી સામે આવી ઓફિસમાં જ 2000 નોટ...

મોરબીમાં IIFL ફાયનાન્સ કંપનીની દાદાગીરી સામે આવી ઓફિસમાં જ 2000 નોટ નહી ચાલે તેવું બોર્ડ મારી દીધું

રીઝર્વ બેંક દ્વારા રૂ 2000ની નોટ બજારમાંથી પરત ખેચવાની જાહેરાત કરતાની સાથે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રીઝર્વ બેંક દ્વારા આ નોટ ચલણમાં ઉપલબ્ધ છે. તેવી પણ જાહેરતા કરી છે જેથી કોઈ પણ વેપારી પેઢી બેંક કે કોઈ પણ વ્યક્તિ રૂપિયા 2000 ની નોટ સ્વીકારવાની ના કહી શકે નહી નેશનલાઈઝ બેંક હવે 2000ની નોટ પરત લેવાની પણ શરુ કરી દીધી છે.

ત્યારે મોરબીમાં એક એવી ફરીયાદ પણ સામે આવી છે.જેણે ગ્રાહકો પાસેથી રૂ 2000ની નોટ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. મોરબીના સામા કાઠે આવેલ આઈઆઈએફએલ ફાયનાન્સ નામની એજન્સીમાં આજે યુવરાજસિંહ વાઘુભા જાડેજા નામના ગ્રાહક ગોલ્ડ લોનના પેમેન્ટ માટે ગયા હતા જ્યાં તેઓએ રૂ 2000ના દરની નોટ કેશિયરને આપી હતી.જોકે ફાયનાન્સ પેઢીનાં કર્મચારી દ્વારા 2000ની નોટ લેવાનો ઇનકાર કરી દીધો હતો આ ઉપરાંત તેઓએ બેંક માં કાયદેસર 2000 ની નોટ સ્વીકારવામાં નહી આવે તેવું બોર્ડ પણ મારી દીધું હતું

આ મુદે ગ્રાહક દ્વારા ફાયનાન્સ પેઢીના મેનેજરને ફરિયાદ કરતા મેનેજર દ્વારા આરબીઆઈના નામે બહાના બાજી કરી રૂપિયા સ્વીકારવામાં નહી આવે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો ગ્રાહકે આરબીઆઈએ આવી રીતે કોઈ ને ના પાડી ન હોવાનું અને આરબી આઈનો પરિપત્ર તેમની પાસે હોય જેથી તેઓ આવા ખોટા બહાના ન કરે અને રૂપિયા સ્વીકારવા જણાવતા સામેથી ફોન પર તમારે આરબી આઈમાં ફરિયાદ કરવી હોય તો કરી દો તેમ કહી ગ્રાહક સાથે આ ફાયનાન્સ પેઢી દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW